Bookmark
આજે અમારા શિક્ષકે વર્ગમાં Bookmark વિશે સમજણ આપી. તેના વિશે વિચાર કરતાં હમણાં Bookmark વિશે કેટલીક બાબતો મારા મનમાં આવી જેને ગૂ઼ંજે ન ભરતાં, આપની સમક્ષ હું એ ગમતાંનો ગુલાલ કરૂં છું -
હું ચોથા ધોરણથી ગામની સરકારી શાળા છોડીને શહેરની બીજી શાળામાં ગયો. શરૂઆતમાં ત્યાં જે છોકરો મારો મિત્ર બન્યો હતો એના પુસ્તકમાં કેટલાંક સુકાઈ ગયેલા કોઈક છોડનાં પાંદડા હતાં. મેં એને પૂછ્યું "તારાં પુસ્તકમાં આ શું છે?"
" આ વિદ્યા નામની વનસ્પતિનો છોડ છે. જેને ચોપડીમાં આ રીતે મુકી રાખવાથી આપણામાં વિદ્યા આવે છે."
એવું એણે કહ્યું. પછી બે-ત્રણ સૂકાં પાન એણે મને મારા પુસ્તકમાં મૂકવા આપ્યાં.
* * *
ત્યારબાદ મને યાદ આવ્યું 'તેરે નામ' પિક્ચર કે જેમાં બી.એ.પાસ રાધેભૈયા રેગીંગના બહાને કોલેજના પહેલા વર્ષમાં આવેલી છોકરીને રોકી તેનું ટીફિન અને પુસ્તકો લઈ લે છે. ટીફિનનો નાસ્તો રાધેના મિત્રો ચાખતા હોય છે. અને રાધે એનું પુસ્તક ખોલીને થોડા પાના ફેરવે છે. એમાંથી મોરપીંછ નીકળે છે. રાધે એનાથી આકર્ષિત થઇ જાય છે. અને એ તેણીને પૂછે છે કે 'આ પુસ્તકમાં મોરપીંછ શા માટે મૂક્યું છે?'
ત્યારે નિર્જરા કહે છે કે 'પુસ્તકમાં મોરપીંછ મુકવાથી તે એકના બે થઇ જાય છે.'
રાધે ભૈયાના મિત્રો એની આ વાતની મજાક ઉડાવતા કહે છે 'જો તમારા પુસ્તકમાં એ પીંછું એકનું બે થાય તો બીજું પીંછું તમે અમને આપજો.'
નિર્જરા શરમાઇ જાય છે અને પોતાનું ટીફિન અને પુસ્તક લઇને ત્યાંથી ચાલી જાય છે. પરંતુ તેનું મોરપીંછ રાધે ભૈયા પાસે જ રહી જાય છે.
* * *
અંતે મને શાયર અહમદ ફરાઝનો એક શેર યાદ આવે છે.
" अब के हम बिछड़े तो शायद कभी ख़्वाबों में मिलें
जिस तरह सूखे हुए फूल किताबों में मिलें "
~ હિમાંશુ ચાવડા
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો