- કેમેરો કુલ બે ભાગમાં વહેંચાયેલો હોય છે.
૧. બોડી
૨. લેન્સ
∆ કેમેરાની બોડી
- સૌ પ્રથમ આપણે કેમેરાની બોડી વિશેની સમજણ મેળવીશું.
આકૃતિ (૧)
આકૃતિ (૨)
- ઉપરની આકૃતિ (૧) માં તમને જે નં.૪ થી નં.૧૫ સુધીનો જે સળંગ ભાગ દેખાઇ રહ્યો છે એ લેન્સ છે. લેન્સમાં પ્રકાશ સીધો આવીને નં.૧૧ ના ક્રોસ મિરર(અરીસા) પર પડે છે. એટલે લેન્સની સામે દેખાતું પ્રતિબિંબ આ ક્રોસ મિરર પર પડે છે. આ પ્રતિબિંબ આપાત થઈને પ્રિઝમ ઉપર પડે છે. જેથી આપણને પ્રતિબિંબ પ્રિઝમ માંથી જોઈ શકીએ છીએ.
- જ્યારે આપણે પ્રિઝમમાં જોઈએ છીએ ત્યારે જે કંઈ પણ કેમેરામાં કેદ કરવાનું હોય છે એ આ મિરરના કારણે આપાત થઈને આપણી આંખ સુધી પહોંચતું હોય છે.
- જ્યારે આપણે ક્લિક કરીએ છીએ ત્યારે જે નં.૧૧ નો મિરર છે એ ઉપરની તરફ ખસી જાય છે. અને જે પણ કંઈ લાઈટ છે એ સીધું લાલ રંગના ઈમેજ સેન્સર પર આવીને પડે છે.
- પરંતુ આ ઈમેજ સેન્સરની આગળ એક લીલા રંગનું શટર આવેલું હોય છે. લાઈટ જ્યારે અંદર દાખલ થાય છે ત્યારે આ વચ્ચે આવેલું શટર ખૂલતું હોય છે. અને પ્રતિબિંબ ઈમેજ સેન્સર સુધી પહોંચતું હોય છે. આટલી પ્રક્રિયા થયા બાદ જ ફોટો કેમેરામાં કેદ થાય છે.તેથી આપણે સેન્સરને કેમેરાનું હ્રદય કહી શકીએ છીએ. સેન્સર વગર કોઈ પણ જાતની ઈમેજ કેમેરામાં કેદ થઈ શકે નહીં.
∆ સેન્સર શું છે ?
- જુદા-જુદા કેમેરામાં જુદા-જુદા સેન્સર આવેલા હોય છે. આજની બે-ત્રણ વર્ષ પહેલાં CCD (charge coupled device) પ્રકારના સેન્સર વાળા કેમેરા આવતા હતા.
- એ પછી જ્યારે ટેકનોલોજી અપડેટ થઈ એટલે કેમેરાની કંપનીઓ સ્પર્ધામાં આવવા માટે એક નવા સેન્સર સાથે કેમેરા લઈને આવી. આ સેન્ટરને CMOS સેન્સર કહે છે.
∆ CCD અને CMOS સેન્સર વચ્ચેનો તફાવત
- CCD સેન્સર વાળા કેમેરાથી જે લાઈટમાં આપણે ફોટા પાડી શકતા હતા એની જગ્યાએ અત્યારના જે CMOS સેન્સર વાળા કેમેરા છે એ તેના કરતાં ઓછી લાઈટમાં પણ સારી ગુણવત્તા વાળો ફોટો આપણને આપે છે.
આકૃતિ (૪) : CCD સેન્સર
આકૃતિ (૫) : CMOS સેન્સર
- આપણે DSLRમાં વપરાતા છ પ્રકારના સેન્સરનો અભ્યાસ કરવાનો છે.
1. Full frame : 36 mm × 24 mm
આ સેન્સર પ્રોફેશનલ કેમેરામાં વપરાય છે.
2. ASP-H : 28.1 mm × 18.7 mm
3. ASP-C : 23.6 mm × 15.8 mm
4. Four thirds : 17.3 mm × 13 mm
5. 1/1.7 IN : 7.6 mm × 5.7 mm
6. 1.2.3 IN : 5.7 mm × 4.2 mm
- સામાન્ય રીતે 40 થી 70 હજાર સુધીની રેન્જમાં મળતાં કેમેરામાં ASP-H અને ASP-C સેન્સર આવેલું હોય છે.
આ ઉપરાંત બાકીના જે ત્રણ સેન્સરો Four thirds, 1/1.7 IN, 1.2.3 IN એ Camcoder, Cannon વગેરે જેવા નાની સાઇઝના કેમેરા કે જે પીકનીકમાં વાપરીએ છીએ એમાં વપરાય છે.
- ક્વોલિટીની શરૂઆત અહીંથી થાય છે. જ્યારે આપણે પ્રોફેશનલ ફોટોગ્રાફી કરવાની વાત કરતા હોઈએ ત્યારે ક્વોલિટી સાથે કોમ્પ્રોમાઈઝ ન કરી શકાય. તેથી ક્વોલિટીનું ધ્યાન રાખવું આવશ્યક છે.
આકૃતિ (૬)
- એક વાત સ્વભાવિક છે કે જેટલું સેન્સર મોટું એટલી ક્વોલિટી સારી. જેમકે પ્રોફેશનલ કેમેરાનું સેન્સર મોટું હોય છે. એટલે બીજા કેમેરા કરતા પ્રોફેશનલ કેમેરામાં ક્વોલિટી સારી આવે છે. પરંતુ આ કેમેરા ઘણા મોંઘા હોય છે.
મોબાઈલના કેમેરાનું સેન્સર પ્રોફેશનલ કેમેરાની તુલનામાં ઘણુ જ નાનું હોય છે. તેથી વધારે મેગાપિક્સલ વાળા મોબાઈલના કેમેરા પ્રોફેશનલ કેમેરા જેવી ક્વોલિટી આપી શકતા નથી.
- મેગાપિક્સલ જો ગુણોત્તર(Ratio)માં હોય તો જ કેમેરો સારી ગુણવત્તા વાળા ફોટો ક્લિક કરી શકે છે.
- અગાઉ આપણે જોયું તેમ સેન્સર એ કેમેરાનું હ્રદય છે. કેમેરા પાસેથી આપણે જેટલું વધારે કામ લઈએ એટલો સેન્સર પર લોડ પડે છે.
- આપણે DSLR કેમેરામાં જેટલી વધારે ક્લિક કરીએ એટલો સેન્સર પર વધારે લોડ પડે છે. દરેક DSLR કેમેરાનું એક નક્કી આયુષ્ય હોય છે. એટલે કે ૪૦થી ૭૦ હજારની રેન્જવાળા કેમેરામાં એક લાખથી અઢી લાખ સુધીની ક્લિક જ આપણે કરી શકીએ છીએ. ત્યારબાદ ક્લિક કરવામાં આવતા ફોટાઓમાં કેમેરાનું રીઝલ્ટ ડાઉન થતું જાય છે. જેમ કે ફોટાનો કોન્ટ્રાસ જતો રહે, શાર્પનેસ જતી રહે અથવા તો ગમે ત્યારે કેમેરાનું સેન્સર બંધ થઈ જાય છે. તેથી દરેક ક્લિક કરતી વખતે આ બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે.
- 'કેમેરા ક્લિક' નામના સોફ્ટવેર દ્વારા કેમેરામાં છેલ્લા લેવાયેલી ક્લિક ક્યાં નંબરની છે એનો સાચો આંકડો મળી જાય છે.
- કેમેરાની પસંદગી કરતી વખતે સેન્સર સિવાય પણ બીજી બાબત છે જે ધ્યાનમાં લેવાની હોય છે. એ છે સેન્સરનું ફોર્મેટ. આપણી પાસે પસંદગી કરવા માટે બે પ્રકારના ફોર્મેટના સેન્સર છે.
1. FX- formate sensor : 36 mm × 24 mm ( Full frame camera )
2. DX- formate sensor : 24 mm × 16 mm ( Half frame camera )
આકૃતિ (૭)
- એવું જરૂરી નથી કે આપણે FX- formate sensorનો કેમેરો ખરીદીએ કે DX- formateનો જ ખરીદીએ. આપણે આપણી જરૂરિયાત પ્રમાણે કેમેરો ખરીદવો જોઈએ.
- ધારો કે આપણે પ્રેસ ફોટોગ્રાફી, મોડલ ફોટોગ્રાફી, કરવા માંગીએ છીએ કે વેડિંગ ફોટોગ્રાફી કરવા માંગીએ છીએ ફંક્શન ફોટોગ્રાફી કરવા માંગીએ છીએ તો આ બધામાં Full frame કેમેરાની જરૂરિયાત પડે છે.
- પરંતુ જો તમારે વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફી કરવી હોય તો તમારે Half formateનો કેમેરો વાપરવો જોઈએ.
∆ FX અને DX વચ્ચેનો તફાવત
- જો FX કેમેરામાં 100 mmનો લેન્સ લગાવેલ હોય તો તમને 100 mmનું રીઝલ્ટ મળે.
- પરંતુ જો DX કેમેરામાં 100 mmનો લેન્સ લગાવો તો એ 100mmના 150mm થઈ જાય છે. એટલે કે 100 foot સુધીની વસ્તુ નજીક આવવાની જગ્યાએ 150 foot સુધીની વસ્તુ નજીક આવી જાય છે.
- વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફીમાં મોટેભાગે દૂરની વસ્તુના ફોટા જ ક્લિક થતાં હોય છે. તેથી ફોટોગ્રાફર ઈચ્છે છે કે તેનો ફોટો વધારે નજીક આવે. વધારે ક્લોઝઅપ મળે એટલું એના માટે વધુ સારું કહેવાય છે. એટલે કે વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફી કરનાર મોટેભાગે DX કેમેરાની જ પસંદગી કરતા હોય છે. એ જ્યારે કેમેરામાં 500 mmનો લેન્સ લગાવીશું ત્યારે પ્રતિબિંબ 750 foot સુધી દૂર ઉભેલું પ્રાણી કે પક્ષી નજીક આવી જશે.
- તેથી સેન્સર બાદ કેમેરાનું ફોર્મેટ પણ કેમેરાની પસંદગી માટેનું અગત્યનું પાસું છે.
∆ કેમેરાના ફંક્શન
આકૃતિ (૮)
૧. Video start/stop
૨. Power switch
૩. Shutter release
૪. Exposure comp.
૫. Mode dial
૬. Live view switch
૭. Command dial
૮. Flash button
૯. Function button
૧૦. Zoom ring
૧૧. Focus ring
૧૨. Lens retract button
૧૩. Lens release button
૧૪. Drive mode button
- જ્યારે કેમેરો ચાલું હોય ત્યારે બેટરી કાઢવી નહીં, હંમેશા કેમેરો બંધ કરીને જ બેટરી કાઢવી જોઈએ. ચાલું કેમેરામાં બેટરી કાઢવાથી કે નાખવાથી એની પાવરસર્કિટ ઊંડી જવાની શક્યતા રહેલી છે. પાવરસર્કિટ રીપેર કરાવવામાં ૭ થી ૮ હજાર રૂપિયા સુધીનો ખર્ચો આવતો હોય છે.
- મેમરી કાર્ડ નાખતી વખતે પણ આ બાબત ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ. મેમરી કાર્ડ જ્યારે કેમેરામાં હોય ત્યારે તેમાં રહેલા ફોટા ક્યારેય ડીલીટ કરવા નહીં. આવું કરવાથી જે જગ્યાએથી ફોટો ડીલીટ કરીએ છીએ તે જગ્યાએ Error ક્રિએટ થઈ જાય છે. પછી બીજો કોઈ ફોટો એ જગ્યા પર આવે અને પેલી Error પકડી લે તો મેમરી કાર્ડ કરપ્ટ થવાની શક્યતા વધી જાય છે.
- મેમરી કાર્ડના ફોટો કમ્પ્યુટરમાં લઈ મેમરી કાર્ડને કેમેરામાં જ ફોર્મેટ કરવું જોઈએ.
આકૃતિ (૯)
- Mice, USB, HDMI આ ચાર પોર્ટ કેમેરામાં આવેલા હોય છે. Mice સિવાયના ત્રણ પોર્ટ USB,HDMI એમા ડાયરેક્ટ અર્થિંગ આવતું હોય છે. એટલે જો તમારા TV કે કમ્પ્યુટરમાં અર્થિંગ આવતા હોય અને એ કેબલ જો તમે તમારા કેમેરામાં નાખો તો એ કેમેરાની સર્કિટ પુરેપુરી ઊંડી જવાની શક્યતા રહેલી છે.
∆ ફાઈલ
- કેમેરાના બૉડી અને મેમરી કાર્ડને સમજ્યા પછી એક પ્રશ્ન થાય કે કંઈ ફાઈલમાં કામ કરવું જોઈએ? એટલે કે આપણને ફાઈલ વિશેની સમજણ હોવી જરૂરી છે.
આકૃતિ (૧૦)
- RAW File :આ ફાઈલમાં જ્યારે ફોટાનું પોસ્ટ પ્રોડક્શન કરવાનું હોય ત્યારે તમે કેમેરામાં જે રીતનું પોસ્ટ પ્રોડક્શન કરતા હોય એવી રીતે પોસ્ટ પ્રોડક્શન થાય છે. દા.ત. કેમેરામાં વાઇટ બેલેન્સ ના થતું હોય, કલર બેલેન્સ ના આવતું હોય, ફોટો લાઈટ આવતો હોય, એક્સપોઝર Over કે Under આવતું હોય તો તમે પોસ્ટ પ્રોડક્શનમાં 'ફોટોશોપ' કે 'લાઈટ રૂમ' જેવું કંટ્રોલ કરી શકો અને તમારે જોઈએ એવું રીઝલ્ટ મેળવી શકો છો. જો તમારો ફોટો RAW Fileમાં પડ્યો હોય.
- આપણે સામાન્ય રીતે JPG ફાઈલમાં ફોટા પાડતા હોય છે. DSLR કેમેરામાં JPG + RAW ની ફેસેલીટી આપે છે. ભલે એ ફોટોની સાઈઝ પ્રમાણમાં ઘણી મોટી હોય પણ તમે ગમે ત્યારે RAW File ખોલો તો જે કંડીશનમાં ફોટો પાડ્યો હતો એ જ કંડીશનમાં ફરી મળી જાય છે. આ બહું મોટો એડવાન્ટેજ છે.
- JPG ફાઈલ એવી છે કે જેમાં બધી જાતનું કરેક્શન થાય છે પણ એક તો એ ફાઈલ સાઈઝ નાની છે અને બીજું કે એ એના Resolution પર આધારિત હોય છે.
ફોટોગ્રાફી માટે ચાર ફાઈલ ઉપયોગી છે.
RAW અને JPG : ફોટો પાડતી વખતે ઉપયોગી
TIFF, PNG, PSD : ફોટો Save કરતી વખતે ઉપયોગી
- જ્યારે આપણે ફોટો પાડીએ ત્યારે JPG અને RAWમાં પાડીએ. પરંતુ જ્યારે તમે એ RAW Fileને Save કરીને Edit કરીને સેવ કરો ત્યારે એ RAW File તરીકે Save ન થઈ શકે કારણ કે RAW File તો જેવી હોય એવી જ રહે છે. તેથી જ્યારે તમારે એ ફાઈલને Save કરવાની થાય ત્યારે કમ્પ્યુટર તમને પૂછે છે કે તમારે કંઈ ફાઈલમાં Save કરવું છે.
- આપણે બહું સારી મોટી પ્રિન્ટ કઢાવવી હોય તો TIFF, PSD ફાઈલમાં Save કરીશું. જો આપણે તેને વીડિયો કે પ્રેસ માટે વાપરવો હોય તો JPG અથવા PNGમાં Save કરીશું. હવે તો પ્રેસમાં PDF પણ વપરાય છે. તો એમાં પણ Save કરી શકાય છે. એટલે આપણે હંમેશા આપણી જરૂરિયાત પ્રમાણે જ ફાઈલ Save કરીશું.
આકૃતિ (૧૧)
- RAW Fileનો જ આગ્રહ શા માટે ?
આકૃતિ (૧૨)
- આકૃતિ (૧૨)માં તમે જોઈ શકો છો કે જ્યારે આપણે ફોટો પાડીએ છીએ ત્યારે જો આપણે RAW File મૂકેલી હોય તો એ સેન્સર માંથી પ્રોસેસ થઈને RAW File જ મેમરી કાર્ડમાં આગળ જાય છે. જ્યારે JPG મૂકેલી હોય તો સેન્સર માંથી પ્રોસેસ થાય કે જેમાં ઉપરોક્ત ડાયાગ્રામમાં દર્શાવ્યા પ્રમાણેની પાંચ પ્રોસેસ થયા બાદ એ ફાઈલ JPG તરીકે Save થાય. એટલે તમે વિચારી શકો છો કે આપણે ફોટો પાડતી વખતે જ 10% લૉસમાં જઈએ છીએ. આ ઉપરાંત જ્યારે પણ તમે JPG Fileને સોફ્ટવેરમાં ખોલશો એટલે બીજો 7 થી 8 ટકા જેટલો લૉસ દરેક વખતે આપણને થતો જાય છે. એટલે JPG Fileથી થતા નુકસાન વિશે આપ સમજી શકો છો. જ્યારે RAW Fileમાં કોઈ ફેર પડતો નથી.
∆ RAW File આને JPG File વચ્ચેનો તફાવત
- RAW File તમને full control post productionની સુવિધા આપે છે. પરંતુ એ ફાઈલની સાઈઝ પ્રમાણમાં ઘણી મોટી હોય છે. તેના માટે સ્પેશિયલ સોફ્ટવેર હોવા જરૂરી છે.
- JPG Fileની સાઈઝ પ્રમાણમાં નાની હોય છે પરંતુ તે full control હોતી નથી.
( ચિત્રો અને માહિતી સૌજન્ય : આલાપ બ્રહ્મભટ્ટ, અધ્યક્ષ, દ્રશ્ય - શ્રાવ્ય વિભાગ , ગૂજરાત વિદ્યાપીઠ )
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો