અસાઈનમેન્ટ : સમૂહ માધ્યમ અને શિક્ષણનો અધિકાર
1.શિક્ષણ નું મહત્વ
- આઝાદી પહેલાં ભારતના ગામડાઓમાં શિક્ષણ ખૂબ ઓછૂ હતું. છેવાડાના અંતરીયાળ ગામોમાં શાળાના નામે એક શિક્ષક અને એક કાળું પાટિયું જ હતા. ગામડાના મોટા ભાગના લોકો ખેત-મજૂરી કરીને જીવતા હતા. બે ટંકનો રોટલો મેળવવા કાળી મજૂરી કરનારા આ લોકો અક્ષરજ્ઞાનથી વંચિત રહી જતા હતા. વાણિયાનું દેવું ચૂકવી દીધા પછી પણ તેમની ઉધારી નીકળતી. વાણિયાનો ચોપડો ઉકેલવાને અસમર્થ ખેડૂત કશું જ કરી શકતો નહીં. નીચેનો વીડિયો ફિલ્મ મધર ઈન્ડિયા(૧૯૫૭)નો નાનકડો અંશ છે. જેમાં શિક્ષણના મહત્વનો સારો ચિતાર રજૂ કરવામાં આવ્યો છે.
- રાજાઓ અથવા ગર્ભશ્રીમંતોના સંતાનો જ સારું શિક્ષણ મેળવી શકતા. તેમના સંતાનો વિલાયતમાં જઈ ડોક્ટર, એન્જિનિયર, બેરિસ્ટર જેવી ઉચ્ચ કક્ષાઓમાં સ્નાતક અને અનુસ્નાતક થતા. પરદેશમાં ભણીને આવનારા ઘણા બુધ્ધિજીવીઓએ ભારતમાં આવી શિક્ષણ ક્ષેત્રે સમાજમાં જાગૃતિ લાવવા કાર્ય કર્યુ.
- શિક્ષણનું મહત્વ સમજતા સયાજીરાવ ગાયકવાડ(તૃતીય) જેવા રાજવીએ પોતાના બરોડા સ્ટેટમાં પ્રાથમિક શિક્ષણ ફરજિયાત કરાવ્યું હતું. આ ઉપરાંત તેમણે ડો. આંબેડકર જેવી હોનહાર વિદ્યાર્થીને ઉચ્ચ અભ્યાસ માટે શિષ્યવૃત્તિની મદદ પણ કરી હતી. જેના થકી જ તેઓ એક બુધ્ધિશાળી પ્રતિભા તરીકે ઉભરી આવ્યા હતા.
2. શિક્ષણનો અધિકાર
3. સમુહ માધ્યમો
૩.૨. રેડિયો અને ટેલિવિઝન
'જન પહેલ' રેડિયો કાર્યક્રમ Episode-4
- તેમ છતાં આઝાદી સમયે ભારતમાં સાક્ષરતા દર માત્ર ૧૨ ટકા જ હતો. દેશમાં શિક્ષણનું સ્તર ઉંચુ આવે તેના માટે ભારતીય બંધારણના ભાગ-૪માં રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો હેઠળ છ વર્ષની ઉંમર સુધી બાળકના પોષણ અને શિક્ષણની દેખભાળની જોગવાઈ કરવામાં આવી.(અનુચ્છેદ-૪૫). ઇ.સ. ૧૯૪૮માં ડૉ. રાધાકૃષ્ણન સર્વોપલ્લીની અધ્યક્ષતામાં વિશ્વ વિદ્યાલય આયોગના ગઠનની સાથે શિક્ષણ પ્રણાલીને વ્યવસ્થિત કરવાની શરૂઆત કરવામાં આવી હતી.
- વર્ષ ૨૦૦૨ના ૮૬માં બંધારણીય સુધારા અંતર્ગત કેટલાક સુધારા કરવામાં આવ્યા. જેણે મફત પ્રાથમિક શિક્ષણ મેળવવાની દિશામાં એક નવો જ ચીલો ચાતર્યો. આ સુધારાથી અનુચ્છેદ ૪૫માં છ વર્ષથી ચૌદ વર્ષ સુધીની ઉંમરના બાળકો માટે પ્રાથમિક શિક્ષણ મફત અને ફરજીયાત કરવામાં આવ્યું. અનુચ્છેદ ૫૧ (ક) માં આપેલી મુળભુત ફરજોમાં અગિયારમી ફરજ ઉમેરવામાં આવી કે માતા-પિતાએ અથવા વાલીએ ૬ વર્ષથી ૧૪ વર્ષ સુધીની વયના પોતાના બાળક અથવા પાલ્યને શિક્ષણની તકો પૂરી પાડવાની. એની સાથોસાથ બંધારણના ભાગ-૩માં આપેલા મૂળભૂત અધિકારોમાં સ્વતંત્રતાના અધિકાર અંતર્ગત અનુચ્છેદ-૨૧(ક) ઉમેરી શિક્ષણને અધિકાર બનાવવામાં આવ્યો. જે અંતર્ગત કહેવામાં આવ્યું કે 'રાજ્ય, છ થી ચૌદ વર્ષ સુધીના તમામ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવા માટે રાજ્ય કાયદાથી નક્કી કરે તેવી રીતે જોગવાઈ કરશે.'
- સરકાર દ્વારા વર્ષ ૨૦૦૨માં 'સર્વ શિક્ષા અભિયાન' શરૂ કરવામાં આવ્યું. રાજ્ય સરકારની ભાગીદારીથી સર્વ શિક્ષા અભિયાન સમગ્ર દેશમાં ચલાવવામાં આવી રહ્યું છે જેથી દેશના 11 લાખ ગામોમાં 19.2 લાખ બાળકોની જરૂરિયાતો પૂરી થઈ શકે. આ કાર્યક્રમ અંતર્ગત, જ્યાં ગામડાઓની શાળાઓની સુવિધા નથી તેવા ગામોમાં નવી શાળાઓ ખોલવા અને હાલની શાળાઓને વધારાના ક્લાસ રૂમ (અભ્યાસ ખંડ), શૌચાલયો, પીવાનું પાણી, સમારકામ ભંડોળ, શાળા સુધારણા ભંડોળ પૂરા પાડવા, તેની યોજનાઓ પણ છે.
- મિત્રો, સર્વ શિક્ષા અભિયાનની જ્યારે વાત થઈ રહી છે. ત્યારે તત્કાલીન વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીજીને કેમ ભૂલી શકાય. જેમની સરકારના કાર્યકાળમાં પ્રાથમિક શિક્ષણએ બાળકનો મૂળભૂત અધિકાર અને શિક્ષણ આપવું એ માં-બાપની મૂળભૂત ફરજ બની.
- શિક્ષણના અધિકારનો સંવિધાનમાં સમાવેશ થયાના આઠ વર્ષ પછી Right to Education Act 2010 ઘડવામાં આવ્યો. આ કાયદો શિક્ષણને 6 થી 14 વર્ષની વયના દરેક બાળકનો મૂળભૂત અધિકાર બનાવે છે અને પ્રારંભિક શાળાઓમાં લઘુત્તમ ધોરણોને સ્પષ્ટ કરે છે. તેમાં તમામ ખાનગી શાળાઓ (લઘુમતી સંસ્થાઓ સિવાય) ગરીબ અને અન્ય વર્ગો ના બાળકો માટે 25% બેઠકો અનામત રાખવા જરૂરી છે (રાજ્ય દ્વારા જાહેર-ખાનગી ભાગીદારી યોજનાના ભાગ રૂપે ચૂકવણી કરવામાં આવે છે). બાળકોને જાતિ આધારિત અનામતના આધારે ખાનગી શાળાઓમાં પ્રવેશ આપવામાં આવે છે.
- આ કાયદા હેઠળ પ્રવેશ માટે દાન અથવા કેપ્શન ફી ઉઘરાવવાની અને બાળક અથવા માતાપિતાની મુલાકાત માટેની કોઈ જોગવાઈ કરવામાં આવી નથી. આ કાયદામાં એવી પણ જોગવાઈ કરવામાં આવી છે કે પ્રારંભિક શિક્ષણ પૂર્ણ થાય ત્યાં સુધી કોઈ પણ બાળકને કાઢી મૂકવામાં આવશે નહીં અથવા શાળાના ડ્રોપ-આઉટ્સને વિશેષ તાલીમ આપવાની જોગવાઈ છે, જેથી તેઓને સમાન વયના વિદ્યાર્થીઓ સાથે સમાન બનાવવામાં આવે.
- અપંગ વ્યક્તિઓના શિક્ષણનો અધિકાર, 18 વર્ષની વય સુધી, એક અલગ કાયદા હેઠળ અપાયેલ છે- વિકલાંગ વ્યક્તિઓ કાયદા. એક્ટમાં શાળાના માળખાગત સુધારણા, શિક્ષક-વિદ્યાર્થી ગુણોત્તર અને શિક્ષકોની સંખ્યાબંધ અન્ય જોગવાઈઓ છે.
- કોમ્યુનિકેશનનું કાર્ય માહિતી, સમજણ અને શિક્ષણ આપવાનું છે. સરકાર દેશની જનતા સાથે કોમ્યુનિકેશન કરવા માટે અખબાર, રેડિયો, ટેલિવિઝન અને સોશ્યલ મીડિયા જેવા માધ્યમોનો ઉપયોગ કરે છે. જેનાથી તેમની વાત વધુમાં વધુ લોકો સુધી પહોંચી શકે છે.
- સરકારના 'સર્વ શિક્ષા અભિયાન' અને 'શિક્ષણના અધિકાર'ના પ્રચાર અને પ્રસાર માટે રેડિયો અને ટીવી પર જાહેરાત, કાર્યક્રમનું પ્રસારણ કરવામાં આવ્યું. આ સમૂહ માધ્યમોએ લોકોમાં જાગરૂકતા લાવવાનું કામ કર્યું છે. આ સમૂહ માધ્યમો વિશે હવે થોડી વિસ્તારમાં વાત કરીએ.
- મિત્રો, ભવાઈ એ ખૂબ ગુજરાતનું જૂનામાં જૂનું મનોરંજનનું સાધન છે. પહેલાંના સમયમાં ગુજરાતના ગામડાઓમાં જઈને ભવાઈ ભજવવામાં આવતી. દિવસ દરમિયાન કામ કરીને થાકીને આવેલ માણસ રાત્રે પોતાના ગામમાં ભવાઈ જોઈને મનોરંજન મેળવતો. ભવાઈનો વિષય સામાજિક ગ્રામીણ લોકજીવનને સ્પર્શતો હોવાથી લોકોએ તેને પસંદ કરી છે. ભવાઈ દ્વારા લોકોના મનમાં સરળતાથી કોઈ પણ વાત પહોંચાડી શકાય છે. જો ભવાઈ વિશે કશી ખબર નથી તો એક વખત 'જાગો રે સૌ જાગો...' વિષય પરની શૈક્ષણિક ભવાઈ અચૂક નિહાળો અને તમારા બાળકોને પણ બતાવો.
'જાગો રે સૌ જાગો...' ભાગ - ૧
'જાગો રે સૌ જાગો...' ભાગ - ૨
'જાગો રે સૌ જાગો...' ભાગ - ૩
'જાગો રે સૌ જાગો...' ભાગ - ૪
- ભવાઈ પ્રાચીન મનોરંજનનું માધ્યમ છે પરંતુ એ ગુજરાત પૂરતું જ સીમિત છે. શેરી નાટકોનું મહત્વ પણ ભવાઈ જેટલું જ છે. પરંતુ એ દેશવ્યાપી છે. દરેક ભાષામાં નાટક ભજવી શકાય છે. ગામના પાદરે કે શહેરના ચાર રસ્તા પર લોકોને એકઠા કરી તેમની વચ્ચે નાટક ભજવાય છે. જેમાં પણ સમાજિક જીવનને સ્પર્શતા મુદ્દાઓને આવરી લેવામાં આવે છે. સર્વ શિક્ષા અભિયાનને લોકો સુધી પહોંચાડવા માટે શેરી નાટકો તૈયાર કરીને પણ ભજવવામાં આવ્યા છે.
શેરી નાટક - ૧
શેરી નાટક - ૨
૩.૨. રેડિયો અને ટેલિવિઝન
- મિત્રો એક સમય હતો જ્યારે રેડિયો ઘરમાં જગ્યા રોકતો હતો. પરંતુ ટેલિવિઝનનો પુરોગામી હોવાથી તેનું મહત્વ ઘણું હતું. રેડિયો ટેલિવિઝનની પહેલાં લોકો સુધી પહોંચી ગયો હતો. ટેલિવિઝનની શોધ થઈ એ પહેલાં રેડિયો જ એકમાત્ર માહિતી અને મનોરંજન મેળવવાનું માધ્યમ હતો. ટેકનોલોજીના વિકાસે રેડિયોના કદમાં ક્રમશઃ ઘટાડો કર્યો છે.
- રેડિયો શ્રાવ્ય માધ્યમ છે. જ્યારે ટેલિવિઝન દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમ છે. રેડિયોમાં આવતી જાહેરાતનું કલ્પના ચિત્ર મગજમાં રચાતા સ્હેજ વાર લાગે છે. જ્યારે ટેલિવિઝનમાં આવી કોઈ સમસ્યા રહેતી નથી.
- આકાશવાણીને આપણે દેશનું સર્વવ્યાપી માધ્યમ ગણી શકીએ છીએ. કારણ કે તેનો સિગ્નલ છેવાડાના ગામ સુધી પહોંચે છે અને લોકો તેને સાંભળી શકે છે. આવો આકાશવાણી જમ્મુ-કાશ્મીર પર પ્રસારિત આ વિજ્ઞાપન સાંભળીએ.
- ઉત્તર પ્રદેશ રાજ્યના પ્રોજેક્ટ ડાયરેક્ટર, સર્વ શિક્ષા અભિયાન (એસએસએ) વેદપતિ મિશ્રા દ્વારા શરૂ કરાયેલ, જન પહેલ રેડિયો કાર્યક્રમ, યુનિસેફ અને એસએસએની સંયુક્ત પહેલ, એ 52 એપિસોડની રેડિયો શ્રેણી છે, જે યુપીના 75 જિલ્લામાં 25 લાખ એસએમસી સુધી પહોંચશે.
- ‘જન પહેલ’ રેડિયો કાર્યક્રમ શરૂ કરીને, લક્ષ્ય છે કે સરકાર એસએમસીને તેમની ભૂમિકાઓ, જવાબદારીઓ અને ફરજો અંગે સંવેદનશીલ બનાવવા માંગે છે.
- આ રેડિયો કાર્યક્રમના એપિસોડમાં રાઇટ ટુ એજ્યુકેશન (આરટીઇ) એક્ટના મહત્વ, નબળા બાળકોને મદદ કરવા શિક્ષકો દ્વારા કરવામાં આવેલા વધારાના પ્રયત્નો, પુસ્તકોનું સમયસર વિતરણ, મધ્યાહન ભોજન, શિક્ષકો અને વિદ્યાર્થીઓ શાળામાં નિયમિતપણે અન્ય લોકોની હાજરીની ખાતરી કરવા વિશે વાત કરશે. યુપીમાં ઓલ ઈન્ડિયા રેડિયો (એઆઈઆર) ની તમામ 12 પ્રાથમિક ચેનલો પર દર સોમવાર અને બુધવારે સવારે 9.30 થી 11.45 સુધી રેડિયો કાર્યક્રમ પ્રસારિત કરવામાં આવશે. આ ઉપરાંત છત્તીસગ અને મધ્યપ્રદેશના દરેક સ્ટેશન પર પણ પ્રસારિત કરવામાં આવશે.
'જન પહેલ' રેડિયો કાર્યક્રમ Episode-1
'જન પહેલ' રેડિયો કાર્યક્રમ Episode-2
'જન પહેલ' રેડિયો કાર્યક્રમ Episode-3
'જન પહેલ' રેડિયો કાર્યક્રમ Episode-4
- સર્વ શિક્ષા અભિયાનના પ્રચાર અને પ્રસાર માટે રેડિયો અને ટેલિવિઝન પર એક સરખી જ જાહેરાતનું પ્રસારણ કરવામાં આવ્યું હશે. સર્વ શિક્ષા અભિયાનની જાહેરાત માટે બનાવેલા બે ગીતો ઘણા પ્રચલિત છે. એક છે 'સ્કૂલ ચલે હમ' અને બીજું 'ટન...ટન...ટન...ઘંટી બીજી સ્કૂલ કી'. પહેલી જાહેરાતમાં બાળકોમાં શિક્ષણ માટે ઉત્સાહિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જ્યારે બીજી જાહેરાતમાં ફિલ્મી કલાકારો દ્વારા ગીત તૈયાર કરીને RTE વિશે સમજણ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
'સ્કૂલ ચલે હમ'
'ટન...ટન...ટન... ઘંટી બજી સ્કૂલ કી'
- આ ઉપરાંત બાળકોને શાળામાં દાખલ કરાવવો, ત્યારબાદ બાળકને નિયમિત શાળાએ મોકલવા, દીકરા-દીકરીમાં ભેદભાવ ન કરવો, બંનેને સમાન શિક્ષણની તક આપવી જેવા જરૂરી મુદ્દાઓને ધ્યાનમાં રાખીને પણ ઘણી જાહેરાતો ટેલિવિઝન પર પ્રસારિત કરવામાં આવી.
'બાળકને શાળામાં મોકલો'
'રોઝાના સ્કૂલ જાના'
'બેટી પઢાઓ'
- માં-બાપ છોકરાઓ સાથે છોકરીઓને પણ ભણાવે એના માટે સમાજમાં જાગૃતિ લાવવાની જરૂર હતી. ખાસ કરીને ગામડાઓમાં એવું બનતું કે છોકરીઓને પૂરેપૂરો અભ્યાસ કરાવવામાં ન આવતો. છોકરીઓ તો સાસરે જવાની છે એવી માન્યતા ધરાવતા લોકો છોકરીઓને ઘરકામ શીખવા પર વધુ ભાર આપતા. લોકોની આ માનસિકતા દૂર કરવા માટે 'UNICEF'ની મદદથી દૂરદર્શન પર 'મીના' નામની એનિમેશન સિરિયલ શરૂ કરવામાં આવી.
Meena - Episode -1
- મીના કાર્ટૂન સિરીઝ પ્રથમ ૯૦ ના દાયકાના મધ્યમાં દૂરદર્શન મેટ્રો પર પ્રસારિત કરવામાં આવી હતી. મીના એક કાલ્પનિક પાત્ર છે જે સાઉથ એશિયન બાળકોના ટેલિવિઝન શો મીનામાં કામ કરે છે. 33 એપિસોડ શો બંગાળી, અંગ્રેજી, હિન્દી, નેપાળી અને ઉર્દૂ જેવી ભાષાઓમાં પ્રસારિત કરવામાં આવ્યો છે. મુખ્ય પાત્ર મીના દક્ષિણ એશિયાના બાળકોને કોમિક બુક્સ, એનિમેટેડ ફિલ્મો અને રેડિયો શ્રેણીમાં પોતાની વાર્તાઓ દ્વારા લિંગ, સ્વાસ્થ્ય અને સામાજિક અસમાનતાના મુદ્દાઓ પર શિક્ષિત કરે છે. તેની વાર્તાઓના ગૌણ પાત્રોમાં તેનો ભાઈ રાજુ અને તેના પાલતુ પોપટ મીથુનો સમાવેશ થાય છે. તેના પ્રેક્ષકો તેના સાહસો પર જાય છે કારણ કે તે શિક્ષણ મેળવવાનો પ્રયાસ કરે છે, રાજુ તરીકે ખોરાકનો સમાન હિસ્સો ધરાવે છે, અને એચઆઇવી વાયરસ વિશે શીખે છે. તેની બધી વાર્તાઓ સામાજિક અને સાંસ્કૃતિક પદ્ધતિઓમાં પરિવર્તનની હિમાયત કરે છે.
- તેની લોકપ્રિયતા તેને દક્ષિણ એશિયાના માત્ર એક દેશ કે સંસ્કૃતિ સાથે ગાઢ રીતે બંધાયેલી ન હોવાને કારણે છે, પરંતુ તે બધાના સામાન્ય લક્ષણોને એક કરવાને કારણે છે. તેનું સર્જન અંશતઃ યુનિસેફને કારણે છે, જે મીના અને તેની વાર્તાઓ દ્વારા દક્ષિણ એશિયાની વધતી જતી શૈક્ષણિક જાગૃતિને ટેકો આપે છે. બાદમાં તેણે ડીડી નેશનલ પર પણ સ્મુલકાસ્ટ કરી છે.
- ભારતમાં 'સર્વ શિક્ષા અભિયાન' શરૂ કરવામાં આવ્યું એ પહેલાં આ કાર્યક્રમનું પ્રસારણ દૂરદર્શન પર કરવામાં આવ્યું હતું. મીનાનો ઉપયોગ કરીને 'સર્વ શિક્ષા અભિયાન' માટે પણ જાહેરાત બનાવવામાં આવી હતી.
- આ ઉપરાંત દૂરદર્શન પર UNICEFની સહાયતાથી 'ક્યોકી જીના ઇસીકા નામ હે' નામની સિરિયલ પ્રસારિત કરવામાં આવી હતી. જેમાં રાજપૂર નામના ગામનું રાજકારણ, શિક્ષણ, આરોગ્ય વગેરે મુદ્દાઓ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. આ સિરિયલમાં પણ એક મીના છે. જેનું પાત્ર એનિમેશન વાળી મીનાને મળતું આવે છે. તેનો ભાઈ રાજુ ગામની શાળામાં ભણવા જાય છે. પરંતુ મીનાને શાળાએ મોકલવામાં નહોતી આવતી. મીના તો શું ગામની કોઈપણ છોકરીને તેના માતા-પિતાએ શાળામાં ભણવા મોકલી ન હતી. ગામની શાળાના શિક્ષક હીરાલાલના પ્રયત્નોથી ગામના સરપંચ તેમની દીકરીને પોતાના પતિના વિરોધ છતાં શાળામાં મોકલવા રાજી થાય છે. મીનાના પિતાના વિચારોમાં પણ પરિવર્તન આવે છે અને તે પોતાના દીકરા સાથે દીકરીને પણ શાળામાં મોકલવા રાજી થાય છે.
'ક્યોંકિ જીના ઇસીકા નામ હે' Episode-81
'ક્યોંકિ જીના ઇસીકા નામ હે' Episode-82
- આ ઉપરાંત ડીડી ફ્રી ડીશ પર સરકાર દ્વારા 'વંદે ગુજરાત' નામની શૈક્ષણિક ચેનલ ચલાવવામા આવે છે. આ ચેનલ પર દરેક ધોરણનો અભ્યાસ વિનામુલ્યે કરાવવામાં આવે છે.
3.3 ફિલ્મ :
- હવે RTEનેે લગતી ફિલ્મ વિશે થોડી ચર્ચા કરીએ. વર્ષ 2017માં આવેલી ફિલ્મ 'હિન્દી મીડિયમ' પોતાના બાળકને RTE હેઠળ એડમિશન અપાવવા માટે ગરીબ અને અમીર માં-બાપ કેવી દોડધામ કરે છે એનું આલેખન સારી રીતે કરવામાં આવ્યું છે.
- અભિનેતા ઈરફાન ખાન અને અભિનેત્રી સબા કમર ફિલ્મના લીડ રોલમાં છે. દીપક ડોબરિયાલ આ ફિલ્મમાં સહાયક અભિનેતાના રોલમાં છે. હવે ફિલ્મની વાર્તા વિશે વાત કરીએ.
- રાજ અને મીતા દિલ્હીના ચાંદની ચોકમાં રહે છે. તેઓને પિયા નામની નાનકડી પાંચ વર્ષની દીકરી છે. રાજની ચાંદની ચોકમાં મોટી કપડાંની દુકાન છે. પોતાની દીકરીને દિલ્હીની સારી ઈંગ્લિશ મીડિયમ સ્કૂલમાં દાખલ કરાવવા માટે આ પરિવાર ચાંદની ચોક છોડીને સ્કૂલની નજીકની હાઈ સોસાયટીમાં રહેવા આવી જાય છે. તે છતાં તેમની દીકરીનું એડમિશન તેમની ઈચ્છા પ્રમાણેની સ્કૂલમાં થતું નથી. એક એડમિશન કન્સલ્ટન્ટ તેઓને RTI હેઠળ એડમિશન લેવાની સલાહ આપે છે. RTI હેઠળ એડમિશન મેળવવા માટે રાજ પોતાને ગરીબ સાબિત કરવા નકલી દસ્તાવેજો પણ બનાવડાવે છે. થોડા સમયગાળા માટે તે પોતાના પરિવાર સાથે દિલ્હીના ભરતનગર નામના ગરીબ વિસ્તારમાં રહેવા પણ ચાલ્યો જાય છે. અહિં તેની મુલાકાત શ્યામના પરિવાર સાથે થાય છે. શ્યામના પરિવારમાં તેની પત્ની તુલસી અને દીકરો મોહન છે. થોડા સમયમાં આ બે પરિવારો વચ્ચે એક મૈત્રીભર્યો સંબંધ સ્થાપિત થઈ જાય છે. રાજ શ્યામના પરિવાર પાસેથી ગરીબીમાં જીવતા શીખવે છે. એડમિશન માટે કરેલી સાંઠગાંઠના કારણે રાજની દીકરીનું RTE હેઠળ એડમિશન દિલ્હી ગ્રામર સ્કૂલમાં થઈ જાય છે અને શ્યામના દીકરાનું એડમિશન થતું નથી. તેથી તેનો દીકરો મોહન ભરતનગરની સરકારી સ્કૂલમાં ભણે છે. રાજને પાછળથી પોતે એક ગરીબની જગ્યા પડાવી લીધી હોય એવો અહેસાસ થાય છે. તે સ્કૂલના પ્રિન્સિપાલને પોતાની દીકરીનું એડમિશન રદ કરીને શ્યામના દીકરાને RTE હેઠળ એડમિશન આપવાની ભલામણ કરે છે. પ્રિન્સિપાલ રાજની દીકરીનું એડમિશન RTE હેઠળ રદ કરે છે પરંતુ શ્યામના દીકરા મોહનને RTE હેઠળ એડમિશન આપતા નથી. તેથી રાજ પોતાની દીકરીનું એડમિશન દિલ્હી ગ્રામર સ્કૂલમાંથી રદ કરીને તેને શ્યામના દીકરા મોહન સાથે ભરતનગરની સરકારી શાળામાં દાખલ કરાવી દે છે.
- આમ, આ ફિલ્મમાં જરૂરિયાતમંદ લોકોના બાળકો RTEના લાભથી કંઈ રીતે વંચિત રહી જાય છે એની રજૂઆત સારી રીતે કરવામાં આવી છે.
- '63માં ફિલ્મ ફેર એવોર્ડ'માં આ ફિલ્મને બેસ્ટ ફિલ્મ અને ઈમરાન ખાનને બેસ્ટ એક્ટરનો એવોર્ડ પ્રાપ્ત થયો હતો.
- આ ઉપરાંત યુ ટ્યુબ જેવા માધ્યમ પર પણ નાનકડી શોર્ટ ફિલ્મનું નિર્માણ કરીને પણ RTE વિશે માહિતી આપવાના પ્રયત્નો થયા છે.
- બૃહ્નમુંબઈ મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલી 'સ્વપ્નપુર્તિ' નામની શોર્ટ ફિલ્મમાં પ્રાઈવેટ સ્કૂલમાં RTE હેઠળ એડમિશનની પ્રક્રિયાનો ચિતાર રજૂ કરવામાં આવ્યો છે.
'સ્વપ્નપુર્તિ'
3.4. ઈન્ટરનેટ :
- આજકાલ ઈન્ટરનેટ શિક્ષણ મેળવવા માટેનું ઉત્તમ માધ્યમ છે. યુ ટ્યુબ પર ઘણી બધી શૈક્ષણિક ચેનલો દ્વારા પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક, યુનિવર્સિટી દરેક સ્તરનું શિક્ષણ આપવામાં આવે છે.
- લોકડાઉનના સમયમાં પણ શિક્ષકોએ ઘરે બેઠા બાળકોને ભણાવ્યા એ ઈન્ટરનેટને આભારી છે. પરંતુ ઘણા એવા વિદ્યાર્થીઓ પણ છે જેમની પાસે સ્માર્ટફોનની સુવિધા નથી અથવા તો નબળી નેટવર્ક કનેક્ટિવિટીને કારણે જે બાળકો શિક્ષણથી વંચિત રહી ગયા એ વાતનું દુઃખ પણ થાય છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારના લોકોને આવી સમસ્યાનો વધુ પડતો સામનો કરવો પડે છે. નીચેના વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક પિતા દીકરીના ઓનલાઇન ક્લાસ માટે નેટવર્ક મેળવવા કેવો પ્રયાસ કરે છે.
ઓનલાઈન શિક્ષણ માટે એક પિતાની મથામણ
4. ઉપસંહાર
- માનવ જીવનના ઉત્કર્ષ માટે ગુણવત્તા ભર્યું શિક્ષણ મેળવવું એ દરેક સમયની જરૂરિયાત રહી છે. પ્રાચીન સમયમાં ઘણા રૂઢીવાદી લોકોએ શિક્ષણને અમુક જ્ઞાતિ સુધી સીમિત રાખ્યું. તેમના અનુગામીઓ પણ આ વાતને અનુસરતા આવ્યા. એના કારણે ઘણી બધી જાતિઓ પોતાનો વિકાસ કરી શકી નહીં. શિક્ષણનું મહત્વ સમજેલા બુધ્ધિજીવીઓ દ્વારા કોઈ પણ પ્રકારના જ્ઞાતીબાધ વગર દરેક જણ શિક્ષણ મેળવે તેવા પ્રયાસો કરવામાં આવ્યા. સંવિધાનમાં શિક્ષણનો અધિકાર અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણનો ઉલ્લેખ અને RTE Act 2009 વગેરે દ્વારા શિક્ષણની ગુણવત્તા સુધારવાના પ્રયત્નો સરાહનીય છે. સમુહ માધ્યમોમાં રેડિયો અને ટેલિવિઝનનું કામ થોડું સંતોષ જનક લાગે છે. 'હિન્દી મીડિયમ' જેવી ફિલ્મ બનાવવા માટે સાકેત ચૌધરી જેવા ડિરેક્ટરનો આભાર માનીએ એટલો ઓછો છે.
( તસ્વીર સૌજન્ય : Hotstar, Amarujala, Logolynx, UNICEF
માહિતી સૌજન્ય : UNICEF, Jagranjosh, Gyanyou.com, Wikipedia, Doordarshan, YouTube)
Assignment by
- હિમાંશુ અરવિંદભાઈ ચાવડા
- રજી. નં. : ૧૨૦૦૫૨૨૭
- M.A. Sem-1 ( સમૂહ પ્રત્યાયન અને પત્રકારત્વ વિભાગ )
- પ્રશ્નપત્ર -૧ : સમૂહ પ્રત્યાયનના સિદ્ધાંતો
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો