ચૂંટણીની ગઝલ
ઊઠ કે'તા ઊઠે બેસ કહેતા બેસી જાય છે,
ખોખલા ઉમેદવારોની ચૂંટણીઓ થાય છે.
ચૂંટણીનો ચાંદ આ થોડો સમય દેખાય છે,
એ પછી ચારે તરફ ઘોર અંધકાર છવાય છે.
રૂપિયા વહેંચાય છે ને મત ઘણે વેચાય છે,
રાજનીતિ પર ઘણાના રોટલા સેકાય છે.
પક્ષ નેતાનો ગમે ત્યારે અહીં પલટાય છે,
ખેલ કેવો ચૂંટણીનો આ હવે ખેલાય છે.
રેલી જનસેવકની જોઈ એક અચરજ થાય છે,
આસમાને ભાવ છે છતાં તેલ રેલાય છે.
વાત કોવિડને ય સમજાતી નથી 'હમરાઝ' કે,
એકદમ કેસમાં ઘટાડો કેવી રીતે થાય છે ?
~ હિમાંશુ ચાવડા 'હમરાઝ'
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો