ફિલ્મ પરિચય : Dora and The Lost City of Gold

  • નમસ્કાર,‌ હું હિમાંશુ. આજે હું તમને વાયા એમેઝોન થઈને હોલીવુડ લઈ જવાનો છું. મારી આ વાત પરથી તમે સમજી ગયા હશો કે હું તમને હોલીવુડની એક ફિલ્મનો પરિચય આપવાનો છું.

Courtesy : collidor.com

  • ડોરા એક છોકરી છે. જે તેના માતા-પિતા સાથે એમેઝોનના જંગલમાં રહે છે. તેના માતાપિતા એક્સપ્લોરર છે. કહેવાય છે કે મોરના ઈંડા ચિતરવા ન પડે એમ ડોરા પણ પોતાને એક એક્સપ્લોરર તરીકે જોવા ઈચ્છે છે.
  • ડોરા‌ હંમેશા પોતાની સાથે એક દફ્તર રાખે છે. જેમાં ઈમરજન્સીના સમયે કામ આવનારા સાધનો હોય છે. આ ઉપરાંત તેનો પાલતું વાંદરો 'બુટ્સ' તેની આસપાસ જ ફરતો હોય છે. કહેવાય છે કે આ વાંદરો પોતાના વજન કરતાં ત્રણ ગણું વજન ઉઠાવવા માટે સક્ષમ છે. 

પરિચય આપતી ડોરા 

  • સોળ વર્ષની ડોરા એક દિવસ 'પારાપતા' કે 'પેરાપતા' નામની પ્રાચિન જગ્યાનું રહસ્ય શોધી નાખે છે. જ્યાં ઘણું બધું સોનું સંતાડેલું હોય છે. તેની આ ડિસ્કવરીથી તેના માતાપિતા ઘણા ખૂશ થાય છે.

  • ડોરા‌ના માતાપિતા તેને બહારની દુનિયા બતાવવા ઇચ્છે છે. તેઓ ડોરાને શહેરમાં ભણવા માટે મોકલીને પોતે 'પારાપતા'ની શોધમાં નીકળી પડે છે. માં-બાપનો વિયોગ ડોરાને વસમો તો લાગે છે. છતાં તે મનને મનાવી અમેરિકા પોતાના કાકાને ત્યાં આવી જાય છે. અહિયાં તેનો એક પિતરાઈ ભાઈ પણ છે. જેનું નામ 'ડિએગો' છે. બંને સાથે સ્કૂલમાં ભણવા જાય છે. 

  • ડોરા સ્કૂલમાં નવા મિત્રો બનાવવા ઈચ્છે છે. પરંતુ એવા સમયે તેની વાર્તામાં વળાંક આવે છે. ડોરા, ડિએગો અને તેના બે ક્લાસમેટને સ્કૂલમાંથી કિડનેપ કરવામાં આવે છે. તેઓની સાથે એક લુચ્ચું શિયાળ પણ છે જે બોલી શકે છે. તેનું નામ 'સ્વાઈપર' છે. ડોરાને ઉઠાવનારા લોકો ટ્રેઝર હન્ટર છે જેઓ 'પેરાપતાના ખજાના'ની શોધમાં છે. તેઓ ડોરાની મદદથી તેના માતાપિતા સુધી પહોંચવા માંગે છે. જેથી આસાનીથી તેઓને ખજાનો મળી જાય. 



  • ડોરા અને તેના મિત્રો કિડનેપરોની જાળમાંથી ભાગી નીકળે છે. ત્યાર પછી એમેઝોનના જંગલમાં ડોરાના સાહસ જોવા મળે છે. ક્યારેક તેના પર આદિવાસીના તીરનો હુમલો થાય છે. ક્યારેક ડોરા રેતીના દલદલમાં ફસાઈ જાય છે. મુશ્કેલીઓનો સામનો કરવામાં ડોરા પોતાના જ્ઞાનનો ઉપયોગ કરે છે. તેના મિત્રો સાથે મળીને તે કેટલાક ઉખાણાઓનો ઉકેલ પણ લાવે છે. 




  • જંગલમાં એક ફૂલને ભૂલથી અડી જવાથી તેમાંથી રસના ફૂવારા નીકળીને હવામાં ફેલાવા માંડે છે. જેની આડ અસરના પરિણામે ડોરાની આસપાસનો માહોલ કાર્ટૂનમય બની જાય છે. ટીવીના કાર્ટૂનમાં આવતી ડોરા આ દ્રશ્યમાં જોવા મળે છે. જેમાં ડોરા પાસે એક બોલતું બેગ અને બોલતો નકશો પણ હોય છે.

ડોરા નો કાર્ટૂન અવતાર 

  • આ ઉપરાંત ફિલ્મમાં ગ્રાફિક્સ સરસ છે. જેને થકી એમેઝોનના  જંગલના દ્રશ્યો આબેહૂબ આપણી આંખ સામે આવે છે.





  • ફિલ્મનું મનોરંજન અને જ્ઞાન દરેક ઉંમરનાને દિમાગમાં ઉતરે એવું છે. નાના બાળકોની સાથે બેસીને આ ફિલ્મ જોવાય એવી છે.નીચે આપેલી લીંક દ્રારા આ હોલીવુડની ફિલ્મ તમે હિંદી ભાષામાં ડાઉનલોડ કરીને જોઈ શકો છો

https://bollyflix.best/dora-and-the-lost-city-of-gold-2019-dual-audio-hindi-english-movie/

 અંતમાં એક મજાનું ગીત

  • મિત્રો, આજના ફિલ્મ પરિચયને અહીં વિરામ આપીએ. મારો બ્લોગ વિશે આપના પ્રતિભાવ જરૂરથી કોમેન્ટમાં લખશો. આ બ્લોગના આરંભથી અંત સુધી મારી સાથે જોડાઈ રહેવા બદલ ખૂબ ખૂબ આભાર. 

ટિપ્પણીઓ

લોકપ્રિય પોસ્ટ્સ