નાયબ મુખ્યમંત્રી

નાયબ મુખ્યમંત્રીના પદની આપણા બંધારણમાં કોઈ જોગવાઈ કરવામાં આવેલી નથી. જે તે પાર્ટી પોતાની સરકારના મુખ્યમંત્રીની મદદ માટે કેબિનેટમાં સૌથી વધુ પ્રતિભાશાળી વ્યક્તિને નાયબ મુખ્યમંત્રી બનાવે છે. 

આપણા ગુજરાત રાજ્યમાં હાલ નીતિન પટેલ નાયબ મુખ્યમંત્રી તરીકે કાર્યરત છે. શું તમે જાણો છો બીજા કેટલા રાજ્યોમાં નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે? જો નથી જાણતા તો ચિંતા કરશો નહીં. હું હિમાંશુ આપીશ તમારા આ સવાલનો જવાબ. તો ચાલો આપણી શબ્દયાત્રા શરૂ કરીએ. 


મિત્રો, તમને એ જાણીને અચરજ થશે કે હાલ આપણા દેશમાં ગુજરાત સહિત કુલ દસ રાજ્યોમાં ત્યાંની રાજ્ય સરકારે નાયબ મુખ્યમંત્રી બનાવ્યા છે‌. કોઈ પણ રાજ્યમાં એકથી વધારે નાયબ મુખ્યમંત્રી બનાવી શકાય છે. ગુજરાત, હરિયાણા, મહારાષ્ટ્ર, તમિલનાડુ, મિઝોરમ, નાગાલેન્ડ અને ત્રિપુરામાં એક, ઉત્તરપ્રદેશ અને બિહારમાં બેે તથા કર્ણાટકમાં તો સૌથી વધુ ત્રણ નાયબ મુખ્યમંત્રી છે. આ દસ પૈકી સાત રાજ્યોમાં ભાજપાની રાજ્ય સરકાર છે. ગત જુલાઈ-2020માં કૉંગ્રેસની સરકાર ધરાવતા રાજસ્થાનમાં નાયબ મુખ્યમંત્રી બનાવાયેલ સચિન પાયલટને આ પદ પરથી હટાવી દેવાયા છે. આ ઉપરાંત રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકારમાં પણ મનીષ સિસોદિયા નાયબ મુખ્યમંત્રી તરીકે કામ કરે છે. નાયબ મુખ્યમંત્રીની યાદી તમે નીચેના કોષ્ટકમાં જોઈ શકો છો


ક્રમ.

રાજ્યનું નામ

નાયબ મુખ્યમંત્રીનું નામ

સંખ્યા

રાજકીય પક્ષ

1.

ગુજરાત

નીતિન પટેલ

1

BJP

2.

હરિયાણા

દુષ્યંત ચૌટાલા

1

BJP 

3.

મહારાષ્ટ્ર

અજીત પવાર

1

NCP

4.

તમિલનાડુ

ઓ. પન્નીરસેલ્વમ 

1

AIADMK

5.

મિઝોરમ

તાવનલુઈયા

1

MNF

6.

નાગાલેન્ડ

વાય. પટ્ટુન 

1

BJP

7.

ત્રિપુરા

જીષ્ણુદેવ બર્મન

1

BJP

8.

ઉત્તરપ્રદેશ

કેશવ પ્રસાદ મોર્ય, દિનેશ શર્મા

2

BJP

9.

બિહાર

રેણું દેવી, તરકિશોર પ્રસાદ

2

BJP

10.

કર્ણાટક

સી.એન. અશ્વથ નારાયણ, ગોવિંદ કારજોલ, લક્ષ્મણ સવાદિ

3

BJP


(માહિતી સૌજન્ય : વિકિપીડિયા)

ટિપ્પણીઓ

લોકપ્રિય પોસ્ટ્સ