ધ વ્હાઈટ ટાઈગર : Book & Movie Review
પુસ્તક : 'ધ વ્હાઈટ ટાઈગર'
લેખક : અરવિંદ અડીગા
અનુવાદ : ડો. પ્રશાંત ભીમાણી
પહેલા હું જ્યારે પુસ્તકાલયમાં જતો અને આ પુસ્તક જો મારા હાથમાં આવતું. તો હું એને એક તરફ કરી દેતો. ટાઈટલ વાંચીને મનમાં થતું કે પુસ્તકમાં જંગલના વાઘની કોઈ વાર્તા હશે કે શું ? 'જ્ઞાનપીઠ એવોર્ડ' પુસ્તકને રાષ્ટ્રીય સ્તરે મળે છે. તો 'ધ મેન બુકર પ્રાઈઝ એવોર્ડ' આંતરાષ્ટ્રીય સ્તરે મળે છે. આ પુસ્તકના જેકેટના કોર્નર પર 'ધ મેન બુકર પ્રાઈઝ વિનર ૨૦૦૮' લખેલું જોયુ. મનમાં થયું કે આંતરરાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા પુસ્તકની વાર્તામાં શું છે ? એ વાંચવું જોઈએ. તેથી આ પુસ્તક હું ઘરે લઈ આવ્યો.
આ એક એન્ટરપ્રેન્યોરની આ વાર્તા છે. ચીનના વડાપ્રધાન ભારતની મુલાકાતે આવવાના છે. આ વાર્તાનો કથક અને નાયક બલરામ પોતે એક એન્ટરપ્રેન્યોર કેવી રીતે બન્યો એની વાત ચીનના વડાપ્રધાનને કહેવા ઇચ્છે છે. ચીની વડાપ્રધાનને પોતાની વાર્તા કહેવા માટે બલરામ ઈ-મેલના માધ્યમનો ઉપયોગ કરે છે.
વાર્તાના કથકનો પરિચય આપવાનો ઢંગ કંઈક અલગ છે. પોતાને પકડવા માટે પોલીસે રજૂ કરેલા પોસ્ટરથી તે પોતાની ઓળખાણ આપે છે.
'આથી આમ જનતાને જણાવવાનું કે ઉપરના ફોટામાં બતાવેલા ઈસમ નામે બલરામ હલવાઈ ઉર્ફે 'મુન્ના' કે જે રિક્ષા ખેંચનાર વિક્રમ હલવાઈનો પુત્ર છે તેની ઉલટતપાસ માટે જરૂર છે. ઉંમર : ૨૫ અને ૩૫ની વચ્ચે. ત્વચા : શ્યામ. ચહેરો : લંબગોળ. ઊંચાઈ : આશરે પાંચ ફૂટ ચાર ઇંચ. બાંધો : પાતળો, નાનો.'
બલરામ બિહારના એક ગામમાં રહેતો છોકરો છે. તેના પરિવારમાં તેના પિતા અને મોટો ભાઈ ઉપરાંત તેના કાકાનો પરિવાર અને વૃદ્ધ દાદી કુસુમ રહે છે. તેનું પરિવાર ગામના જમીનદારોની ગુલામીમાં જીવનમાં ગુજારે છે. ભણવામાં સારી પ્રતિભા ધરાવતો હોવા છતાં પરિવારના દેવાની ચૂકવણી કરવા માટે તેનો અભ્યાસ અટકાવી દેવામાં આવે છે.
બલરામ પોતાના ગામના અંધકારમાંથી બહાર આવવા ઈચ્છે છે. તે ડ્રાઈવિંગ શીખે છે અને તેના ગામના જમીનદારને ત્યાં ગાડીનો ડ્રાઈવર બની જાય છે. તે જમીનદારને બે દીકરા છે. મોટો દીકરો તેની સાથે રહે છે અને નાનો દીકરો અશોક હમણાં હમણાં જ વિદેશથી ભણીને આવ્યો છે તથા તેણે પરિવારની મરજી વિરુદ્ધ લગ્ન પણ કરી લીધા છે. તેની પત્નીનું નામ પીન્કી છે. બલરામ આ બંનેના વ્યક્તિત્વ તથા રહેણીકરણીથી પ્રભાવિત થાય છે. તેમની સાથે તે નવી દિલ્હીમાં આવી જાય છે.
અશોક અને પીન્કી તેને સાથે સહિષ્ણુતા ભર્યું વર્તન કરે છે. તેનાથી બલરામ ખૂશ છે. પરંતુ જ્યારે જ્યારે અશોકનો જમીનદાર બાપ કે અશોકનો ભાઈ ગામડેથી આવે છે અને ગુલામ જેવું વર્તન કરે છે. એ પીન્કી અને અશોકને પસંદ આવતું નથી. દરમિયાનમાં પીન્કીના અશોક સાથે સંબંધો બગડે છે અને તે અમેરિકા પાછાં જવાનું મન બનાવી લે છે. તે જતાં જતાં બલરામને થોડા રૂપિયા આપે છે વહેલી તકે તેને આ ગુલામીની ઝંઝીર માંથી મુક્ત થવાનું કહે છે.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો