ગીગો || भृंग || Dung Beetle

 


નમસ્કાર, ઉપરનો વિડીયો જોઈને થતું હશે કે આ બે નાના જંતુઓ કોણ છે? એ બંને જણ શું ફૂટબોલ રમી રહ્યા છે? મિત્રો નિશ્ચિંત થઈ જાવ. હું હિમાંશુ ચાવડા આ બ્લોગમાં આપના તમામ સવાલોના જવાબ આપીશ. તો ચાલો હવે શબ્દયાત્રા શરૂ કરીએ.


આ એક જાતનું ભમરા જેવું જંતુ છે. Scarabaeidae તેનું વૈજ્ઞાનિક નામ છે. જે અંગ્રેજીમાં Dung Beetle તરીકે ઓળખાય છે. સામાન્ય રીતે ગામડાઓમાં એનેે 'ગીગો' કહેવામાં આવે છે. આ ગીગો પાંખો ધરાવતો હોવાથી ઊંડી પણ શકે છે. તે અદ્દલ ભમરા જેવો અવાજ પણ કાઢે છે. 


આ ગીગાની ઉમર વધતા તેના કદમાં 0.5 cm થી માંડીને 5 cm સુધીનો વધારો થાય છે. જો તમે કદાચ એને ભૂલથી હાથ કે પગ વડે દબાવી દો તો એ પોતાની અંદરથી તીવ્ર વાસ છોડે છે.


ગીગો ગાય-ભેંસના છાણમાં રહીને તેનું વિઘટન કરે છે. તેથી તે એક જાતનો કુદરતી સફાઈ કામદાર પણ છે. ઉપરાંત તે ગરોળી તથા કાચિંડા જેવા પ્રાણીઓનો ખોરાક પણ છે. આમ, ગીગાઓ સૃષ્ટિનું સંતુલન જાળવી રાખવા માટે પણ ખૂબ જરૂરી છે.


હવે, ઉપરના વિડીયોની વાત કરીએ તો કે એ બંને ગીગા માટીના બોલ સાથે ફૂટબોલ નથી રમી રહ્યા. આ ગીગાઓ છાણમાં પ્રજનન કરે છે. ત્યારબાદ એ ઈંડા સાચવવા માટે જમીનમાં સુરંગ ખોદે છે. પોતાના ઈંડાને જમીનમાં ઉતારતા પહેલા અને તેઓ છાણના બોલ બનાવી તેને જમીનમાં પૂરે છે. આ ક્રિયાનું પુનરાવર્તન તેઓ ઈંડાને જમીનમાં ઉતાર્યા પછી પણ કરે છે. જો કે ગીગો પોતાના વજન કરતા પચાસ ગણા વજનના છાણના બોલ પગ ખસેડવા માટે સમર્થ છે. આ પ્રક્રિયા તમે નીચેના બે વિડીયોમાં જોઈ શકો છો.





મિત્રો, જો તમને આ માહિતી પસંદ આવી હોય તો તમે કોમેન્ટ બોક્સમાં લખી શકો છો તથા આ વિશે તમારી પાસે કોઈ માહિતી હોય તો એ પણ જણાવી શકો છો. મારા બ્લોગની લિંકને તમે મિત્રો તથા સ્નેહી-સ્વજનો સાથે શેર પણ કરી શકો છો. મારા બ્લોગને અંત સુધી વાંચવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.

_______________________________________________

વિડીયોગ્રાફી : હિમાંશુ ચાવડા

માહિતી સૌજન્ય : 

https://www.nhm.ac.uk/discover/uk-beetles-british-most-spectacular-and-beautiful

https://animals.sandiegozoo.org/animals/dung-beetle



ટિપ્પણીઓ

લોકપ્રિય પોસ્ટ્સ