Happy Raxabandhan
બાળપણમાં એક વખત મને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. એક દિવસ મને ચેક કરવા આવેલા ડૉકટરે પૂછ્યું કે "બેટા તારે કોઈ બહેન છે?"
મેં કહ્યું : "હા"
ડૉકટરે પૂછ્યું : "કેટલી બહેનો છે?"
"બે"
"બંને બહેનોના શું નામ છે?"
"સંતોક અને ભાવના"
ડૉક્ટરે આટલું પૂછતાં પૂછતાં મને ધીમેથી એક ઇન્જેક્શન આપી દીધું.
એ પછી ડૉક્ટરે મારા પપ્પાને પૂછ્યું : "તમારી બંને દીકરીઓ ક્યાં છે?"
"સાહેબ મારે એકપણ દીકરી નથી."
ડૉક્ટરને આશ્ચર્ય થયું.
"પરંતુ તમારો દીકરો તો કહે છે કે મારે સંતોક અને ભાવના એમ બે બહેનો છે."
"ડૉક્ટર સાહેબ એ બંને તો એને સ્કૂલમાં ભણાવતી બહેનો છે."
આ સાંભળીને ડૉક્ટર તથા આસપાસ ઊભેલા સૌના ચહેરા પર હળવું સ્મિત આવી ગયું અને આ પ્રસંગ મારા માનસપટ પર અંકિત થઈ ગયો.
રક્ષાબંધનની શુભેચ્છાઓ 💐
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો