જીવન કવન : ગઝલ
જીવન કવન
છોકરી દેખી પરીઓ જેવી.
વાત વ્હીં છે એ નદીઓ જેવી.
વાટ જોતા તારી જે ઘડી વિતે,
એ ઘડી લાગે સદીઓ જેવી.
સૌને સાથે રાખીને ચાલું છું,
છે પ્રકૃતિ મારી કડીઓ જેવી.
સૌને ઝબકીને બુજાવાનું છે,
જિંદગી છે ફૂલઝડીઓ જેવી.
જ્યારથી ખુદ ને કવિ કિધો છે,
થઈ દશા મારી કવિઓ જેવી.
~ હિમાંશુ ચાવડા 'હમરાઝ'
તા. 1/2/21
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો