Happy Daughters' Day : 26 September-2021
👧 દીકરી 👧
માતા પિતાની છે આંખડી દીકરી.
ઘરમાં છે સૌની એ લાડલી દીકરી.
આંગણે ખેલતી-કુદતી દીકરી,
આંગણે શોભતી તુલસી દીકરી.
દીકરો થઈ કરે ચાકરી દીકરી,
અંતે ઘડપણની છે લાકડી દીકરી.
ચાર દીવાલની હદ વટાવી અને,
અવનવા શિખરો આંબતી દીકરી.
સૌની આંખોમાં આંસુડાં લાવ્યા પછી,
પળમાં થઈ જાય છે પારકી દીકરી.
~ હિમાંશુ ચાવડા 'હમરાઝ'
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો