ગાંધીને યાદ કરી લઈએ
હિંદુસ્તાનની એ આઝાદીને યાદ કરી લઈએ.
પનોતા પુત્ર ગુજરાતીને યાદ કરી લઈએ.
બે શબ્દથી અંજલી આપીને યાદ કરી લઈએ,
હૃદયમાં પ્રેમથી સ્થાપીને યાદ કરી લઈએ.
નગર, ઘર, આંગણું વાળીને યાદ કરી લઈએ,
પ્રયોગો 'સત્ય'ના વાંચીને યાદ કરી લઈએ.
વતનની આપણી માટીને યાદ કરી લઈએ,
રૂડી વ્હેતી એ સાબરમતીને યાદ કરી લઈએ.
મહાપુરૂષની એ જુબાનીને યાદ કરી લઈએ,
કરીને જાતરા દાંડીને યાદ કરી લઈએ.
ઘડી ચરખો, ઘડી ખાદીને યાદ કરી લઈએ,
ચલો આજે ફરી ગાંધીને યાદ કરી લઈએ.
~ હિમાંશુ ચાવડા 'હમરાઝ'
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો