તારી દોસ્તી !

 તારી દોસ્તી 

સાવ સાદી સમજણમાં થઈ તારી દોસ્તી,

મારી સાથે બચપણમાં થઈ તારી દોસ્તી.


નાનપણમાં એ ઘર ગથ્થાની રમતમાં,

આપણા એ આંગણમાં થઈ તારી દોસ્તી


ફેસ જોઈ રીક્વેસ્ટ મેં મોકલી'તી,

ફેસબુક ની અટકળમાં થઈ તારી દોસ્તી


અંતરાયા આવ્યા હતા કેટલાયે,

કેટલીયે અડચણમાં થઈ તારી દોસ્તી


આપણું મળવું એ સમયનો છે સંયોગ,

નાની મોટી ચળવળમાં થઈ તારી દોસ્તી.


એકમેકની આંખો મળી ભૂલી ન શકાય,

ભાઈબંધના સગપણમાં થઈ તારી દોસ્તી.


એમા ઉંમરનો બાધ ક્યાં હોય 'હમરાઝ' ?

એટલે તો ઘડપણમાં થઈ તારી દોસ્તી.


~ હિમાંશુ ચાવડા 'હમરાઝ'







ટિપ્પણીઓ

લોકપ્રિય પોસ્ટ્સ