લગ્ન સંસ્થાનો ત્રીજો અને અગત્યનો પાયો 📸
લગ્ન સંસ્થાનો ત્રીજો અને અગત્યનો પાયો 📸
લગ્ન કરવા માટે એક વર અને એક કન્યા જોઈએ. બીજા નંબરે લગ્ન કરાવનાર પંડીત જોઈએ. ત્યારબાદ ત્રીજા ક્રમે આવે છે આ ફોટોગ્રાફી વાળા મિત્રો. લગ્નમાં કોઈ માણસની વાત સૌથી વધારે સાંભળવામાં આવે છે તો એ છે ફોટોગ્રાફર. આજકાલ પ્રી વેડિંગ ફોટોગ્રાફીનું ચલણ વધ્યું છે. તેની સાથોસાથ લગ્નમાં છોકરીઓ બ્યુટી પાર્લર પછી સૌથી વધુ સમય ફોટોગ્રાફી માટે ફાળવે છે. લગ્ન કરાવનાર પંડીતનું પણ આ ફોટોગ્રાફર સામે કંઈ ચાલતું નથી. ઊલટાનું ફોટોગ્રાફર પંડીતોને સલાહ આપે છે કે આ વિધિ પછી આ વિધિ કરો. લગ્નમાં ફોટોગ્રાફરોનું વધતું જતું આ પ્રકારનું વલણ અને ચલણ જોઈને એવું લાગે છે કે ભવિષ્યમાં લગ્ન કરાવવા માટે પંડીતોની જરૂર જ નહીં પડે. આવનારા સમયમાં ફોટોગ્રાફર પંડીતનું કામ પણ કરી લેશે એ વાતમાં શંકાને કોઈ સ્થાન નથી. 🤣
~ હિમાંશુ ચાવડા 'હમરાઝ'
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો