વિશ્વના જાણીતા પર્યાવરણવિદ ડૉ. કાર્તિકેય વિક્રમ સારાભાઈ
પદ્મશ્રી ડૉ. કાર્તિકેય સારાભાઈ
'વડ તેવા ટેટા અને બાપ એવા બેટા' ની કહેવત સાર્થક કરનાર ડૉ. વિક્રમ સારાભાઈના સુપુત્ર એટલે ડૉ. કાર્તિકેય સારાભાઈ. ડૉ. કાર્તિકેય સારાભાઈની ગણના વિશ્વના અગ્રણી પર્યાવરણવિદોમાં થાય છે. તેઓ 'અર્થ ચાર્ટર ઇન્ટરનેશનલ કાઉન્સિલ'ના સભ્ય છે. તેઓ ,૧૯૯૨માં રિયો ખાતે તથા ૨૦૦૨માં જોહાનિસબર્ગ ખાતે યોજાયેલી 'અર્થ સમિટ'માં ભારતનું પ્રતિનિધિત્વ કરનારા પ્રતિનિધિઓમાના એક છે. તેઓ અમદાવાદ ખાતે આવેલી સેન્ટર ફોર એનવાયરમેન્ટ એડ્યુકેશન નામની સંસ્થાના ફાઉન્ડર છે. પર્યાવરણીય શિક્ષણના ક્ષેત્રમાં તેમની કામગીરીને ધ્યાનમાં રાખીને ભારત સરકાર દ્વારા તેઓને વર્ષ ૨૦૧૨માં ભારતના ચોથા સર્વોચ્ચ નાગરિક સન્માન 'પદ્મશ્રી' એનાયત કરવામાં આવ્યો છે. આજે ગૂજરાત વિદ્યાપીઠ ખાતે 'જીવનશૈલી અને પર્યાવરણ સમસ્યા' વિષય પર એમનું વ્યાખ્યાન સાંભળવા મળ્યું અને આંખ-કાન ધન્ય થયા.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો