દારૂની દુકાન ખોલવા માટે અધિકારીઓ પાસે 1 ટકા કમીશન માંગતા મંત્રીનું રાજીનામું

દારૂની દુકાન ખોલવા માટે અધિકારીઓ પાસે 1 ટકા કમીશન માંગતા મંત્રીનું રાજીનામું

તસ્વીર સૌજન્ય : livehindustan.com

પંજાબમાં આવેલી ''આપ''ની સરકાર પોતાના નિર્ણયોને લઈને સતત ચર્ચામાં રહે છે. હાલમાં પણ ''આપ'' પોતાના વધુ એક નિર્ણયને કારણે ચર્ચામાં આવી છે. પંજાબના સીએમ ભગવંત માને પોતાની જ કેબિનેટના એક મંત્રીને 1 ટકા કમીશન માંગવા બદલ પદભ્રષ્ટ કરવાનો નિર્ણય કર્યો છે. પંજાબ સી.એમ. ભગવંત માનના જણાવ્યાનુસાર તેમની કેબિનેટના આરોગ્યમંત્રી વિજય સિંગલા તેમના વિભાગના દરેક ટેન્ડર અને ખરીદી માટે 1 ટકા કમિશનની માંગ કરી રહ્યા હોવાની વાત અને પુરાવા ધ્યાનમાં આવતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. વધુમાં સી.એમ.એ જણાવ્યું હતું કે મંત્રીએ પોતાનો ગુનો કબુલી લીધો છે. હું તેઓને મંત્રીમંડળમાંથી બરખાસ્ત કરી પોલીસને તેમની વિરૂધ્ધ કાર્યવાહી કરવાનો આદેશ આપી રહ્યો છું. આ અગાઉ 2015માં અરવિંદ કેજરીવાલે પણ પોતાના એક મંત્રીને ભ્રષ્ટાચારના આરોપ હેઠળ પદભ્રષ્ટ કર્યા હતા.

ટિપ્પણીઓ

લોકપ્રિય પોસ્ટ્સ