વિનોદમયી વિદાય


'આ વર્ષ તમારૂં અને મારૂં બંનેનું છેલ્લું વર્ષ છે. હું જૂન મહિનામાં નિવૃત્ત થવાનો છું.' ડૉ. વિનોદ પાંડે સરે ભણાવતી વખતે વાતવાતમાં કહ્યું હતું. તેથી વર્ષ-૧ અને વર્ષ-૨ના વિદ્યાર્થીઓ છેલ્લા દિવસે ભેગા મળીને કંઈક આયોજન કરવાનું નક્કી કર્યું હતું. જેના ભાગરૂપે આજે પરીક્ષા પૂર્ણ થયા બાદ વર્ષ-૧ અને વર્ષ-૨ના વિદ્યાર્થીઓને ડૉ. અશ્વિનકુમારના કેબિનમાં ભેગા કરવામાં આવ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં વર્ગ પ્રતિનિધિ બિપીન બામણીયાએ સૂતરની આંટીની ડૉ. વિનોદ પાંડે સરનું અભિવાદન કર્યું. ત્યારબાદ વર્ષ-૧ અને વર્ષ-૨ના વિદ્યાર્થીઓએ ડૉ. વિનોદ પાંડે સરને વારાફરતી ગિફ્ટ આપી હતી. વિનોદ સરે ભાવુક થઈને વિદ્યાપીઠ સાથેના પોતાના સંસ્મરણો વાગોળ્યા હતા. ત્યારબાદ વિદ્યાર્થીઓએ પણ વિનોદ સર સાથેની યાદો તાજી કરતા તેમના જ અંદાજમાં તેમના જાણીતા ડાઈલોગ ઉચ્ચાર્યા હતા. જેના કારણે વસમી વિદાય આજે 'વિનોદમય વિદાય' બની ગઈ હતી.









છબી : હિમાંશુ ચાવડા 'હમરાઝ'



ટિપ્પણીઓ

લોકપ્રિય પોસ્ટ્સ