મિત્રોનો મેળ અને ફેરવેલ
આજે ગૂજરાત વિદ્યાપીઠ ખાતે ગુજરાત યુનિવર્સિટીના જર્નાલિઝમ વિભાગના વિદ્યાર્થીઓની ફેરવેલ પાર્ટી યોજાઈ હતી. જેમાં મુખ્ય મહેમાન તરીકે ડૉ. સંજય ભાવે, સુપ્રસિદ્ધ સંગિતકાર ડૉ. નરેન્દ્ર શાસ્ત્રી, ડૉ. અશ્વિનકુમાર તથા ડૉ. સોનલ પંડ્યાના માતા-પિતા તથા એમના ભાઈ-ભાભી તથા એમના પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
આજની આ ફેરવેલ પાર્ટીની શરૂઆત જમણવારથી થઈ. હું આ જમણવારની વ્યવસ્થામાં હતો. તેથી હું મારૂં થોડું અવલોકન અહીં વ્યક્ત કરવા માગું છું.
'સૌ પ્રથમ ડીશ ઉઠાવનાર છોકરાએ સભ્યતાથી પૂછ્યું હતું કે અમારે જાતે લેવાનું છે? ત્યારે અમારા પ્રો. ડૉ. અશ્વિનકુમારે કહ્યું કે અહિયાં બધું સેલ્ફ સર્વિસ છે. ત્યારબાદ બધા વિદ્યાર્થીઓએ સેલ્ફ સર્વિસ લેવાની શરૂઆત કરી. જેમાં કેટલાક લોકો એક લાડું લેતા તો વળી કેટલાક લોકો એક સાથે બે લાડું લેતા. ભજીયામાં પણ લોકો આમ જ કરતા હતા.
એવામાં એક છોકરી આવી. એને મને પૂછ્યું કે આ લાડું કેવા છે? તો મેં કેન્ટિનવાળા ભાઈને પૂછ્યું 'કે આ લાડું કેવા છે? એમણે કહ્યું કે 'ચુરમાના લાડું છે.' મેં પેલી છોકરીને આ જ જવાબ આપ્યો. પણ મને એ છોકરી પાસેથી કંઈક અલગ વાત જાણવા મળી. એણે મને કહ્યું કે 'મને લાગ્યું કે આ પ્રસાદના લાડું છે.' લાડું પછી તે ભજીયા તરફ આગળ વધી. એણે મને પૂછ્યું કે 'આ જૈન ભજીયા છે?' મને આ વિશે ખબર ન હતી. મેં ફરી કેન્ટિનવાળા ભાઈને પૂછ્યું. એમણે 'હા'માં ઉત્તર આપ્યો. એ છોકરીએ એક ભજીયું લીધું અને આગળ વધી. ત્યારબાદ તે રોટલી પછી શાક તરફ આગળ વધી. શાકમાં એક વાલનું શાક અને બીજું ગીલોડા, બટાકા, ટામેટા, વટાણાનું મિક્સ શાક હતું. એ છોકરીએ ફરી પૂછ્યું 'આ શાક જૈન છે?' આ વખતે મેં અને કેન્ટિનવાળા ભાઈને એક સાથે 'હા' પાડી.
ત્યારે એ છોકરીએ કહ્યું 'શું ઉલ્લું બનાવો છો. જૈન શાકમાં બટાકા થોડી હોય.'
પછી મને યાદ આવ્યું કે જૈન લોકો જમીનની અંદર ઊગતી વસ્તુને ખોરાક તરીકે વાપરતા નથી. એ પછી મને મનમાં વિચાર આવ્યો કે આ ભજીયા જૈન નહીં હોય તો? તો શું હું આ બ્લોગ મારફતે એ છોકરીને 'મિચ્છામી દુક્કડમ' કહું છું. અને આશા રાખું છું કે એ મને માફ કરી દેશે. આમ પણ બીજા ધર્મો કરતા જૈન ધર્મમાં માફી માગવાની આ સારી સુવિધા રાખેલ છે. જેનો હું આભારી છું.
હું આશા રાખું કે એ મને માફ કરી દેશે. આ સિવાય આનંદ એ વાતનો છે કે યુનિવર્સિટીના દરેક વિદ્યાર્થીએ જમ્યા બાદ વિદ્યાપીઠની પરંપરા મુજબ પોતાની થાળી જાતે ધોઈ હતી.
આ થઈ જમણવારની વાત. પણ ત્યાર પછી જે મહેફિલ જામી એનાથી આજની રાત રંગીન થઈ ગઈ. આજનો આ ફેરવેલનો કાર્યક્રમ શા માટે યોજવામાં આવ્યો એ વિશે ડૉ. સોનલ પંડ્યા શું કહે છે એ એમના જ મુખેથી સાંભળીએ.
ત્યારબાદ ડૉ. સોનલ પંડ્યાએ ડૉ. સંજય ભાવેને આજના પ્રસંગને અનુરૂપ થોડી વાત કરવા કહ્યું હતું. જેમાં તેઓએ સરસ મજાની નાનકડી વાત કરી હતી. એ પછી ડૉ. અશ્વિનકુમારે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને ગૂજરાત વિદ્યાપીઠ વિશે માહિતી આપી હતી.
એ પછી ડૉ. સોનલ પંડ્યાએ આગળના કાર્યક્રમની ધુરા ડૉ. નરેન્દ્ર શાસ્ત્રીને સોંપી હતી. ડૉ. નરેન્દ્ર શાસ્ત્રીએ પોતાની પસંદના ગીતો તથા વિદ્યાર્થીઓની ફરમાઈશના ગીતોથી રંગ જમાવ્યો હતો.
(મોર બની થનગાટ કરે)
(શાંત ઝરુખે વાટ નિરખતી)
(વૈષ્ણવજન તો)
(ચારણ-કન્યા)
(વિદ્યાર્થીઓની રજુઆત ૧)
(વિદ્યાર્થીઓની રજુઆત ૨)
(વિદ્યાર્થીઓની રજુઆત ૩)
Wahhhh khub j saras....
જવાબ આપોકાઢી નાખો