જીવ્યા કરતાં જોયું ભલું - ૪

આજે સસ્તી ખરીદી માટેની જૂની અને જાણીતી જગ્યા એટલે કે લાલ દરવાજા ગયો હતો. પરંતુ આજે લાલ દરવાજામાં કોઈ કારણોસર વધારે ભીડ ન્હોતી. તેથી રસ્તો ચીંરતા હું ક્યારે ત્રણ દરવાજાની આગળ નીકળી ગયો એ ખબર ન પડી. જોકે જે વસ્તુ ખરીદવી હતી એ મળી નહીં પણ હું જે જગ્યાએ જઈને ઊભો રહ્યો એ જગ્યા હતી અહમદશાહ બાદશાહે ઈ.સ. ૧૪૨૪માં બંધાવેલી 'જામી મસ્જિદ'. હું મસ્જિદની બહાર પગરખાં ઉતારીને અંદર ગયો. મસ્જિદની મધ્યમાં આવેલા વજુખાનામાં બે ચાર બાળકો હાથ પગ ધોઈ રહ્યા હતા. કે જે એક રિવાજ છે. કેટલાક મુસ્લિમ બિરાદરો એકતરફ બેસીને નમાઝ અદા કરી રહ્યા હતા. જેને દેખીને મેં પણ શ્રદ્ધા પૂર્વક મસ્જિદમાં હાથ જોડ્યા. ત્યારબાદ મસ્જિદની અંદરની નયનરમ્ય કારીગરી જોઈને દિલખુશ થઈ ગયું. 







છબી : હિમાંશુ ચાવડા'હમરાઝ'


ટિપ્પણીઓ

લોકપ્રિય પોસ્ટ્સ