ભલે ગમે તેવા શબ્દો બોલ્યા હોય, પરંતુ BJPના આ સાંસદ પર કોઈ કાર્યવાહી નહીં થાય
BJP સાંસદ રમેશ બિધુરી, નોર્થ દિલ્હી તસ્વીર સૌજન્ય: The Hindu |
તાજેતરમાં ગણેશ ચતુર્થીના શુભ મુહૂર્ત
પર નવી સંસદમાં સરકારે પોતાની કામગીરીના શ્રીગણેશ કર્યા હતા. જોકે આ નવી સંસદના ઉદ્ઘાટનને
માત્ર ચાર દિવસ પણ પૂરા ન હતા થયા. એવામાં કથિત રીતે પવિત્ર ગણાતા સત્તા પક્ષ એટલે
કે ભાજપાના એક સાંસદે પોતાની સ્પીચમાં એવા શબ્દો ઉચ્ચાર્યા કે જેનાથી એક મુસ્લિમ સાંસદનું
સરેઆમ માન ઘવાયું છે. જેની સાથોસાથ નવી સંસદમાં ખરાબ ભાષાના ઉપયોગના શ્રીગણેશ થયા.
પરંતુ આ સત્તાપક્ષ ભાજપાના આ સાંસદ પર સંસદીય રીતે કોઈ કાર્યવાહી થશે નહીં.
રમેશ બિધુરી નોર્થ દિલ્હીથી ભાજપાના સાંસદ છે. જેમણે નવી સંસદમાં ચંદ્રયાન-3ની સફળતાને લઇને આપેલી પોતાની સ્પીચ દરમિયાન કેટલાક એવા શબ્દોનો ઉપયોગ કર્યો છે. જેનાથી એજ સંસદમાં બેઠેલા બસપાના સાંસદ દાનિશ અલીનું કથિત રીતે અપમાન થયું છે. ભાજપના સાંસદે દાનિશ અલિનું સંસદમાં જે રીતે સંબોધન કર્યું એ ગાળની લગોલગ છે. જે એકવાર જરૂર સાંભળવું જોઈએ.
રમેશ બિધુરીએ પોતાની સ્પીચમાં
'ભડવા', 'ઉગ્રવાદી', 'કટુવા' જેવા શબ્દોનો ઉપયોગ કર્યો. જે પોતાની શિસ્ત માટે વખણાતી
ભાજપાના ચૂંટાયેલા નેતાને શોભતી નથી. જોકે આ બાબતને લઈને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે
સંસદમાં માફી પણ માંગી લીધી છે. પરંતુ વાત ત્યાં અટકતી નથી. રમેશ બિધુરીની આ સ્પીચને
લઈને દાનિશ અલીએ ANIને જણાવ્યાનુંસાર, તેઓને રાતભર ઉંઘ આવી નથી. આ અંગે કાર્યવાહી કરવા
તેમણે લોકસભાના અધ્યક્ષને નોટિસ આપી છે. આ ઉપરાંત ભાજપાના સાંસદના ભાષા પ્રયોગને સખત
રીતે વખોડી કાઢ્યો છે.
જોકે લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ રમેશ બિધુરીને ફરી આવો ભાષા પ્રયોગ થશે તો કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે. જ્યારે દાનિશ અલીના સમર્થન સામે આવેલા કૉંગ્રેસ જેવા વિપક્ષી દળોએ આ. ભાજપા સાંસદને લોકસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવે તેવી માંગ કરી છે. પરંતુ લોકસભાના સ્પીકર સત્તાપક્ષના નેતાને ચેતવણી આપવા સિવાય બીજી કોઈ કાર્યવાહી કરશે નહીં. જેની પાછળ એક કારણ રહેલું છે. જે જાણવા જેવું છે.
લોકસભાની કાર્યપ્રણાલીના નિયમ અનુસાર, જ્યારે પણ સંસદના ગૃહમાં કોઈ સાંસદ બિનસંસદીય ભાષાનો પ્રયોગ થાય છે. ત્યારે લોકસભાના અધ્યક્ષ તેની સામે કાર્યવાહી કરવા માટે બંધાયેલા છે. જોકે આ બસપા સાંસદ કુંવર દાનિશ અલીએ આપેલી નોટિસ અને સંસદની ગરિમાને ધ્યાનમાં રાખીને અધ્યક્ષે રમેશ બિધુરીની સ્પીચનો ભાગ સંસદની કાર્યવાહીમાંથી હટાવી દીધો છે. આ સિવાય તેઓ કોઈ કાર્યવાહી કરી શકે તેમ નથી.
જેનું કારણ 13 જુલાઈ 2022ના રોજ જાહેર કરાયેલી લોકસભા સચિવાલયની બિનસંસદીય શબ્દોની યાદી છે. જેમાં હિન્દી અને અંગ્રેજી ભાષાના ભેગા કરીને કુલ 66 શબ્દોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં 'ઉગ્રવાદી', 'ભડવા' અને 'કટુવા' જેવા શબ્દોનો સમાવેશ કરવામાં આવ્યો નથી. જેથી અધ્યક્ષ દ્વારા માત્ર કાર્યવાહીની ચેતવણી સિવાય બીજું કશું આપી શકાય એમ નથી. પરંતુ એક રીતે જોવા જઈએ તો સાવ હલકી કક્ષાના ગાળ જેવા શબ્દો લોકશાહીના ભવનમાં બોલી શકાય એમ પણ નથી. જે આવા લોકપ્રતિનિધિઓએ ક્યારે ન ભૂલવું જોઈએ.
બિનસંસદીય શબ્દોની યાદી:
शकुनि,
जयचंद, विनाश पुरुष, खालिस्तानी, खून से खेती, जुमलाजीवी, अनार्किस्ट, गद्दार, गिरगिट,
ठग, घड़ियाली आंसू, अपमान, असत्य, भ्रष्ट, काला दिन, कालाबाजारी, खरीद-फरोख्त, दंगा,
दलाल, दादागिरी, दोहरा चरित्र, बेचारा, बॉबकट, लॉलीपॉप, विश्वासघात, संविधानहीन, बहरी
सरकार, उल्टा चोर कोतवाल को डांटे, उचक्के, अहंकार, कांव-कांव करना, काला दिन, गुंडागर्दी,
गुलछर्रा, गुल खिलाना, गुंडों की सरकार, चोर-चोर मौसेरे भाई, चौकड़ी, तड़ीपार, तलवे
चाटना, तानाशाह और दादागिरी।
Bloodshed, Bloody, Betrayed, Ashamed, Abused,
Cheated, Chamcha, Chamchagiri, Chelas, Childishness, Corrupt, Coward, Criminal,
Crocodile tears, Disgrace, Donkey, Drama, Eyewash, Fudge, Hooliganism,
Hypocrisy, Incompetent, Mislead, Lie and Untrue
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો