સોનમ વાંગચૂકને 'લદ્દાખના ગાંધી’ કહીં શકાય?
સોનમ વાંગચૂકને લદ્દાખના ‘ગાંધી’ કહીં શકાય? 2 ઓક્ટોબર, 2025ના રોજ મોહનદાસ કરમચંદ ગાંધી ઉર્ફે ‘રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી’ના 156મો જન્મદિવસ ઉજવાઈ ગયો. પોતાની સત્યાગ્રહયુક્ત કામગીરીને કારણે ગાંધીજી સમગ્ર વિશ્વમાં જાણીતા થયા છે. જેથી તેમનો જન્મદિવસ પણ ‘આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ’ તરીકે ઉજવાય છે. ગાંધીજી દેશ અને દુનિયામાં અનેક મહાનુભાવોની પ્રેરણા બન્યા છે. આવા લોકો પોતાના વિસ્તારના ગાંધી તરીકે ઓળખાયા છે. જેમાં ડૉ. રાજેન્દ્ર પ્રસાદ ‘બિહારના ગાંધી’, ખાન અબ્દુલ ગફારખાન ‘સરહદના ગાંધી’, ઘેલુભાઇ નાયક ‘ડાંગના ગાંધી’, માર્ટીન લ્યુથર કિંગ ‘અમેરિકાના ગાંધી’, નેલ્સન મંડેલા ‘દક્ષિણ આફ્રિકાના ગાંધી’, પિયરે પેરોડી ‘ફ્રાન્સના ગાંધી’ જેવા મહાનુભાવોનો સમાવેશ થાય છે. જોકે, આ આર્ટિકલની હેડલાઇન વાંચીને તમને થતું હશે કે, સોનમ વાંગચૂકમાં ‘ગાંધી’ જેવું શું છે? આવો જાણીએ. સોનમ વાંગચૂક કેવી રીતે ચર્ચામાં આવ્યા? છ વર્ષ પહેલા એટલે કે ઓગસ્ટ 2019માં કેન્દ્ર સરકાર દ્વારા જમ્મુ કાશ્મીર રાજ્યને જમ્મુ અને કાશ્મીર (વિધાનસભા સહિત) અને લદ્દાખ (વિધાનસભા રહિત) એમ બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજીત કરવામાં આવ્યું હતું. આ સમયગાળા દ...