સલમાન ખાનની ફિલ્મ ‘સિકંદર’નું મુક્કદર કેવું હશે?
સમયાંતરે સલમાન ખાન ઈદ જેવા તહેવારોના મૂહુર્ત જોઈને પોતાની ફિલ્મો સાથે સિનેમાઘરોમાં આવી જાય છે. જોકે છેલ્લા કેટલાક વર્ષોથી સલમાન ખાનની ફિલ્મોમાં સલમાન ખાન હોવાને કારણે સ્ટોરી જેવું કશું જોવા મળતું નથી. તાજેતરમાં આવેલી ‘સિકંદર’ ફિલ્મ પણ મારા આ અનુમાન પર ખરી ઉતરી છે. ફિલ્મની શરૂઆત શાનદાર છે. ફિલ્મમાં સલમાન ખાનને રાજકોટના રાજા તરીકે દર્શાવવામાં આવ્યો છે. વૈભવી ઠાઠમાઠમાં પણ તે સાદગીથી રહેવાનો પ્રયાસ કરી રહ્યો છે. પરંતુ સલમાન ખાન સિવાય જેને જોવા માટે લોકોએ પૈસા ખર્ચ્યા છે, એવી રસ્મિકા મંદાના એટલે કે ફિલ્મના રાણી સાહિબાનું શરૂઆતના અડધા કલાકમાં અને સલમાન ખાનના દુશ્મનો સાથેના ઝઘડામાં મૃત્યુ થઇ જાય છે. હવે શું થશે? આ સીન પછી મારા મનમાં સવાલ થયો હતો. પરંતુ ત્યારબાદ અંગદાનનો મેસેજ આપવા સિવાય ફિલ્મમાં બીજું કશું ખાસ થતું હોય એવું જોવા મળતું નથી. ફિલ્મમાં વિલન સાથેની ફાઈટ સહિતના અનેક એક્શન સીન જોવા મળે છે. પરંતુ ફિલ્મની સ્ટોરી કોઈ આધાર વગર અહીંથી તહીંં કૂદકા મારતી હોય એવું લાગે છે. ફિલ્મમાં અડધા એક્ટર્સ સાઉથની ફિલ્મોના છે. જેઓ પોતાના પ્રદેશની ફિલ્મોમાં લીડ રોલ કરે છે, પરંતુ અહીં ત...